જામનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં કારોબારી સમિતિમાં સાત સભ્યો માટે આવેલા આઠ ફોર્મમાંથી બે ફોર્મ રદ્ થતાં છ સભ્ય બિનહરીફ થયા છે. તેમજ ઉપપ્રમુખ પણ બિનહરીફ થયા છે. આગામી તા. 15 ડિસેમ્બરના રોજ પ્રમુખ, જો. સેક્રેટરી, ખજાનચી તથા લાયબ્રેરી સેક્રેટરી માટે મતદાન યોજાશે.
જામનગર બાર એસો.ની ચૂંટણી જાહેર થઇ છે. જેનું મતદાન તા. 15ના રોજ યોજાશે. ચૂંટણીમાં ફોર્મ ભરવા પરત ખેંચવા સહિતની પ્રક્રિયા તા. 9ના રોજ પૂર્ણ થઇ છે. જેમાં વકીલ મંડળની કારોબારી સમિતિના સ્ટાફ સભ્યો માટે આઠ ફોર્મ ભરાયા હતાં. જેમાંથી બે ફોર્મ રદ્ થતાં છ સભ્ય બિનહરીફ થયા છે. બાર એસો.ની ચુંટણીમાં પ્રમુખપદ માટે હાલના પ્રમુખ ભરતભાઇ સુવા ઉપરાંત અનિલભાઇ મહેતા અને નયનભાઇ મણિયાર ચૂંટણી જંગમાં છે. જ્યારે જો. સેક્રેટરીપદ માટે દિપ શૈલેષભાઇ ચંદારાણા, દિપકભાઇ ગચ્છર, જીતેન્દ્રભાઇ ગોસાઇ, લાયબ્રેરી સેક્રેટરી માટે બ્રિજેશભાઇ ત્રિવેદી તથા રાહુલભાઇ ચૌહાણ, ખજાનચી તરીકે એઝાઝ માજોઠી, અસરફઅલી ઘોરી તથા રૂચિર રાવલ મેદાનમાં છે.
કારોબારી સમિતિમાં દિપક દલસુખભાઇ ભાલારા, હર્ષ પારેખ, જયેશ સુરડીયા, કલ્પેન રાજાણી, મૃગેન ઠાકર તથા મિતુલ હરવરા બિનહરિફ થયા છે. આ ઉપરાંત ઉપપ્રુમખપદ માટે ભરતસિંહ જાડેજા તથા સેક્રેટરીપદે મનોજ ઝવેરી બિનહરિફ થયા છે. ત્યારે પ્રમુખ, જો. સેક્રેટરી, લાયબ્રેરી સેક્રેટરી તથા ખજાનચી માટે આગામી તા. 15 ડિસેમ્બરના રોજ મતદાન થશે અને એજ દિવસ સાંજે પરિણામ જાહેર કરવામાં આવશે.