મોટીખાવડીમાં આવેલ હોટલ સંચાલક દ્વારા કલેકટરના જાહેરનામાના ભંગ કરવા બદલ જામનગર એસઓજી દ્વારા હોટલ સંચાલક વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લા કલેકટર દ્વારા હોટલ સંચાલકોએ પથિક સોફટવેરમાં એન્ટ્રી કરવા અંગે જાહેરનામુ બહાર પાડયું હોય, જે અંગે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજીના પીઆઇ બી.એન. ચૌધરી, પીએસઆઇ જે.ડી. પરમાર, આર.એચ. બારના માર્ગદર્શન હેઠળ એસઓજીના ચંદ્રસિંહ જાડેજા, રાયદેભાઇ ગાગીયા તથા વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા મોટીખાવડી, ગોંડલીયા પેટ્રોલ પંપ સામે આવેલ ક્રિષ્નમ હોટલમાં તપાસ હાથ ધરતાં હોટલ સંચાલક મેહુલસિંહ વનરાજસિંહ જાડેજા દ્વારા પથિક સોફટવેરમાં પોતાની હોટલમાં આવતાં પ્રવાસીઓની એન્ટ્રી કરી ન હોય, જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરવા બદલ ક્રિષ્નમ હોટલના સંચાલક મેહુલસિંહ વનરાજસિંહ જાડેજા વિરુધ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરાયો હતો.