Saturday, December 21, 2024
Homeરાજ્યખંભાળિયા, ભાણવડ વિસ્તારમાંથી ઝડપાયેલા લાખોના દારૂ ઉપર બુલડોઝર

ખંભાળિયા, ભાણવડ વિસ્તારમાંથી ઝડપાયેલા લાખોના દારૂ ઉપર બુલડોઝર

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તથા ભાણવડ વિસ્તારમાં પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી દારૂ અંગેની કાર્યવાહીમાં છેલ્લા છ માસ દરમિયાન વિદેશી દારૂનો તોતિંગ જથ્થો ઝડપાઈ ગયો હતો.

- Advertisement -

ખંભાળિયા વિસ્તારમાંથી ઝડપાયેલા રૂા. 11,16,700 ની કિંમતની 2,744 બોટલ તેમજ ભાણવડમાં ઝડપાયેલી રૂા.6,57,200 ની કિંમતની 1,643 વિદેશી દારૂની બોટલ કોર્ટના આદેશ મુજબ નાશ કરવાના હેતુથી ગઈકાલે શુક્રવારે આ અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના વડપણ હેઠળ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કુલ રૂા. 17,63,900 ની કિંમતની કુલ 4,387 વિદેશી દારૂની બોટલ પર અત્રે ધરમપુર વિસ્તારમાં આવેલી જિલ્લા પંચાયત કચેરીની પાછળ આવેલા સરકારી ખરાબામાં બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ કાર્યવાહી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે.કે. કરમટા તેમજ નશાબંધી શાખાના ઇન્ચાર્જ અધિક્ષક એસ.સી. વાળાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular