Saturday, December 21, 2024
Homeરાજ્યહાલારસાઈકલ સ્લીપ થતા હોંકળામાં ખાબકતા તરૂણનું મોત

સાઈકલ સ્લીપ થતા હોંકળામાં ખાબકતા તરૂણનું મોત

10 દિવસ પૂર્વે વરણા ગામની સીમમાં બનાવ : સાઈકલ સ્લીપ થતા હોંકળામાં પડી ગયો : જી. જી. હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર તાલુકાના વરણા ગામની સીમમાં તમાચણ તરફ જવાના માર્ગ પર પસાર થતો સાઈકલસવાર તરૂણ સ્લીપ થઇ હોંકળામાં પડતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના દોજગેર ગામના વતની અને હાલ જામનગર તાલુકાના વરણા ગામની સીમમાં આવેલી બાબુભાઈ રણછોડભાઈ બુસાની વાડીમાં ખેતીકામ કરતા પરિવારનો પુત્ર કાળુભાઈ છગનભાઈ તંબોલિયા (ઉ.વ.16) નામનો તરૂણ ગત તા.27 ના રોજ સાંજના સમયે તેની સાઈકલ પર વાડીએથી વરણાથી તમાચણ ગામ તરફ જવાના રસ્તે જતો હતો ત્યારે હોંકળા પાસે પહોંચ્યો તે સમયે સાઈકલ સ્લીપ થતા તરૂણ હોંકળામાં ખાબકયો હતો. જ્યાં માથાના ભાગે તથા મોઢાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત તરૂણને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું બુધવારે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઇ ભરત દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular