જામનગર સિટી સી પોલીસે શહેરના ખાખીનગર વિસ્તારમાંથી રહેણાંક મકાનમાંથી એક શખ્સને બાવન નંગ દારૂની બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના રિધ્ધી સિધ્ધી હોટલ પાછળ ખાખી નગર વિસ્તારમાં મનસુખ ઉર્ફે મનુ ઉકા સીંગળ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેંચાણ કરતો હોવાની સીટી સી ના પો.કો. હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા તથા હેકો જાવેદનભાઈ વજગોળને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા સીટી સી ના પીઆઇ એ.આર.ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઈ વી એ પરમાર, હેકો ફૈઝલ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણ સદાદિયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, યશપાલસિંહ જાડેજા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હર્ષદભાઈ પરમાર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રૂા.21,000 ની કિંમતની 42 નંગ દારૂની બોટલ તેમજ અન્ય કંપનીની રૂા.5,000ની કિંમતની 10 નંગ દારૂની બોટલ સહિત કુલ રૂા. 26,000 ની કિંમતની બાવન નંગ દારૂની બોટલો સાથે મનસુખ ઉર્ફે મનુ ઉકા સીંગળ નામના શખ્સને ઝડપી લીધો હતો.