સમગ્ર રાજ્યમાં શીયાળાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ઠંડા પવનનો મારો શરૂ થઈ ગયો છે. જામનગરમાં સુસવાટા મરતા ઠંડા પવનને કારણે એક દિવસમાં લઘુતમ તાપમાન આશરે 3.5 ડિગ્રી જેટલું ઘટી ગયું હતું.
જામનગરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કાતિલ ઠંડા પવન ફુંકાતા ઠંડીએ જોર પકડયું છે. શહેરમાં સોમવારે લઘુતમ તાપમાન 22 ડિગ્રી નોંધાયું હતું. જેમાં 24 કલાકમાં 35 ડિગ્રીનો ઘટાડો થતા લઘુતમ તાપમાન મંગળવારે 18.5 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે આજે 18 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મહતમ તાપમાન સતત બે દિવસ 28 ડિગ્રી રહીને આજે 27.5 ડિગ્રી નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા અને પવનની ગતિ 8 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા દિવસોમાં આકાશ ચોખ્ખુ રહેશે જ્યારે માવઠાની કોઇ શકયતા નથી અને પવનને કારણે ઠંડીનું જોર વધશે અને સુસવાટામારતા કાતિલ ઠંડા પવન ફુંકાતા ઠંડીનું જોર વધશે. અને હવે લોકોએ પંખા બંધ કરી બ્લેન્કેટને રજાઈ ઓઢવી પડશે.