જામનગર તાલુકાના શેખપાટ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરની ઓરડીમાં લેમ્પ બદલાવા જતા સમયે વીજશોક લાગતા બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના શેખપાટ ગામની સીમમાં રહેતાં ગોકળભાઈ ભીમાભાઈ ચાવડા (ઉ.વ.70) નામના વૃધ્ધ ગત તા.28 ના રોજ બપોરના સમયે તેના ખેતરે આવેલી ઓરડી પાસે લેમ્પ બદલાવતા હતાં ત્યારે હાથમાં વીજશોક લાગતા બેશુધ્ધ થઈ પડી જતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર કરમશીભાઈ દ્વારા જાણ કરતા હેકો એચ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.