જામજોધપુર પોલીસે જામસખપુર ગામેથી રૂા. 8,10,000ની કિંમતની 1620 નંગ દારુની બોટલ ઝડપી લઇ આરોપીની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામજોધપુરના જામસખપુર ગામે રહેતા રાજુ નારણ મોરીએ જામસખપુર વાડી વિસ્તારમાં આવેલ જિતેન્દ્ર ગોકળ મારવાણિયાની વાડી વાવેતર માટે ભાગમાં રાખી હોય, જે વાડીમાં આવેલ ઓરડીમાં દારુનો વિશાળ જથ્થો વેચાણ માટે રાખ્યો હોવાની જામજોધપુરના પીઆઇ વાય.જે. વાઘેલા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પોકો દિલીપસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તેમજ ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકીની સૂચના અને જામજોધપુરના પીઆઇ વાય.જે. વાઘેલાના માર્ગદર્શન હેઠળ જામજોધપુર પોલીસ દ્વારા રેઇડ દરમિયાન રૂા. 8,10,000ની કિંમતની કુલ 1620 નંગ દારુની બોટલો ઝડપી લીધી હતી અને રાજુ નારણ મોરી નામના શખ્સની શોૂધખોળ હાથ ધરી હતી.