જામનગર શહેરના ખોજાનાકા પાસે જાહેરમાં ભારતીય ચલણી નોટો ઉપર એકીબેકીના આંકડા બોલી જૂગાર રમતાં ત્રણ શખ્સોને પોલીસે રૂા.2480 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોજાનાકા પાસે આવેલા રીક્ષા સ્ટેન્ડ નજીક જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીના આંકડા બોલી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન પ્રવિણ ગોરધન કનખરા, કાસીદ મહમદરફિક બ્લોચ, સબીર રહીમ બ્લોચ નામના ત્રણ શખ્સોને રૂા.2480 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.