Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં ગુરૂનાનક જન્મ જયંતિની ઉજવણી - VIDEO

જામનગરમાં ગુરૂનાનક જન્મ જયંતિની ઉજવણી – VIDEO

- Advertisement -

જામનગર શહેરમાં ગુરુનાનક જન્મ જયંતિની હર્ષોલ્લાસથી ઉજવણી કરવવામાં આવી હતી. જે અંતર્ગત શબ્દ કિર્તન, ગુરુ કા લંગર મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. જેમાં શિખ સમાજ તથા સિંધાી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં. ગુરુનાનક જન્મ જયંતિ નિમિત્તે ગુરુદ્વારાની રોશનીનો શણગાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં ગુરુદ્વારા ગુરુસિંઘ સભામાં ગુરુનાનકદેવની 554મી જન્મ જયંતિ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી. જે અંતર્ગત એક સપ્તાહ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ચાર દિવસ ગુરુદ્વારા ખાતેથી પ્રભાત ફેરી યોજાઇ હતી. તેમજ શેજસાહેબનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે આજરોજ પૂર્ણ થયો હતો. ત્યારબાદ શબ્દ કિર્તન અને ગુરુકા લંગર મહાપ્રસાદ યોજાયો હતો.

- Advertisement -

ગુરુનાનક દેવ જી ના જન્મ અવતાર માતા તૃપ્તા જી અને પિતા મેહતા કાલૂ જીના ઘરે નાનકાણા સાહેબ માં થયો હતો જે હાલ પાકિસ્તાન માં છે ,શીખ ધર્મ ના પહેલા ગુરુ ગુરુનાનદેવ જી હતા, તેમના તન સિદ્ધાંતો હતા ’નામ જપો; કીર્તન કરો અને વંડ છકો,,અર્થ થાત હંમેશા ભગવાન ને યાદ કરો ,,મહેનત કરો ,,અને એક બીજા હળી-મળી ને સંપી ને લોકોની સેવા કરો,,તેમણે આખી દુનિયા નું પરિભ્રમણ પણ કર્યું હતું. છેલ્લે તે કરતારપુર માં અંતિમ સમયમાં રહેતા હતા ત્યાં તે જોતીજોત સમાગએ દેવ લોક ગયા હતા. જામનગર ગુરુદ્વારામાં ગુરુનાનક દેવની 554મી જન્મ જયંતિ ઉજવણી અંતર્ગત એક સપ્તાહ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા બાદ શેજપાઠજીની સમાપ્તિ થઇ હતી ત્યારબાદ પંજાબથી પધારેલ ભાઇસાહેબ ભૂપેન્દ્રસિંઘજી તથા ભાઇસાહેબ ગગનદિપસિંહજીએ કથા તેમજ શબ્દકિર્તન કર્યા હતાં. જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ પણ ગુરૂદ્વારા ખાતે ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોનો લાભ લઇ દર્શન કર્યા હતાં તેમજ ગુરુકા લંગર પ્રસાદીમાં શિખ સમાજ અને સિંધી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular