સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામ કે, જે રાજકોટથી સુરેન્દ્રનગર, અમદાવાદ તરફ જતાં હાઇ-વે પર રોડ પર આવેલ છે. જ્યાં ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજી બિરાજમાન છે. જે ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે. આ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં આ ટ્રસ્ટ દ્વારા કોઇપણ જાતનું જિર્ણોધ્ધાર કે બાંધકામ ચાલતું નથી. તેથી કોઇએ આ ટ્રસ્ટના નામે ફંડ-ફાળો કે અન્ય દાન-દક્ષિણા માટે કોઇ પ્રતિનિધિ નિમેલ નથી.
આ ડુંગર ઉપર મંદિરે ભક્તોજનો દ્વારા ટેક, માનતા, બાધા, આંખડી બિરાજમાન ચંડી ચામુંડા માતાજીના સાનિધ્યમાં ધરાવવામાં આવે છે. આ સિવાય ટ્રસ્ટ દ્વારા કોઇ ફાળો લેવામાં આવતો નથી કે કોઇ પ્રતિનિધિ નિમેલ નથી. આથી કોઇએ ભોળવાઇ જઇ ટ્રસ્ટના નામે ફંડ-ફાળો આપવો નહીં તેમ ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા એક યાદીમાં જણાવાયું છે.