Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરમાસ કોપી કેસ પ્રકરણમાં જામનગરની ફાર્મસી કોલેજને એક લાખનો દંડ

માસ કોપી કેસ પ્રકરણમાં જામનગરની ફાર્મસી કોલેજને એક લાખનો દંડ

12 પરીક્ષાર્થીઓને ડિબોર્ડ કરાયા : કોલેજ એક વર્ષ સુધી પરીક્ષા નહીં લઇ શકે

- Advertisement -

જામનગરની ફાર્મસી કોલેજને માસ કોપી કેસની ઘટનામાં એક લાખ દંડ અને 12 વિદ્યાર્થીઓને સજા કરાઇ જીટીયુની સમર સેમેસ્ટર પરીક્ષામાં બી.ફાર્મની પરીક્ષામાં જામનગરની કોલેજની આ ઘટના ધ્યાને આવી અને ત્યારબાદ આ કોલેજમાં પરીક્ષા આપનારામાંથી 12 વિદ્યાર્થીઓ સામે જીટીયુ દ્વારા કોપીકેસ કરાયો હતો અને તાજેતરમાં સુનવણીમાં 12 વિદ્યાર્થીઓને એક વર્ષ માટે ડીબાર્ડ કરવામાં આવ્યા છે. તેમજ પરીક્ષા કામગીરીમાં રોકાયેલા સ્ટાફનું મહેનતાણું રદ્દ કરી દેવાયું છે.

- Advertisement -

જીટીયુની ગત સેમેસ્ટર પરીક્ષાઓમાં ઓગસ્ટમાં લેવાયેલી વિવિધ પરીક્ષાઓ અંતર્ગત બેચલર ઓફ ફાર્મસીની સેમેસ્ટર 3 ની પરીક્ષા દરમિયાન 9મી ઓગસ્ટની એક પરીક્ષામાં માસ કોપી કેસની ઘટના બની હતી. પરીક્ષાઓ પૂરી થયા બાદ તમામ સેન્ટરો પરથી આવતી સીસીટીવી રેકોર્ડીંગની સીડીનું ચેકિંગ કરતા જીટીયુના ધ્યાને આવ્યું કે, કોલેજમાં બી.ફાર્મ સેમ 3 ના કેટલાંક વિદ્યાર્થીઓ કાપલીઓની આપલે કરતા હતાં અને ચોરી કરતાં હતાં.

આ સમગ્ર ઘટના જીટીયુના ધ્યાને આવતા પ્રથમવાર ડાયરેકટર કોપી જીટીયુ દ્વારા નોંધવામાં આવ્યો હતો. મોટાભાગે સેન્ટરો પર સુપરવાઈઝર દ્વારા કોપીકેસ નોંધાતા જોવા મળે છે. આ માસ કોપીકેસની ઘટનામાં જામનગરની અક્ષરપ્રીત ફાર્મસી કોલેજને એક લાખનો દંડ, 12 વિદ્યાર્થીઓનું સમર સેમેસ્ટર 2023 ની પરીક્ષાનું તમામ વિષયનું પરિણામ રદ્દ કરાયું અને વિન્ટર 2023 ઉપર પ્રતિબંધ મૂકાયો, આ ઉપરાંત સીનીયર સુપરવાઈઝર, જુનિયર સુપરવાઈઝર, સેન્ટર ઈન્ચાર્જ થી માંડી જીટીયુ કો ઓર્ડીનેટર સહિતના પરીક્ષા સ્ટાફનું મહેનતાણું રોકી દેવાયું. કોલેજને આગામી બે વર્ષ માટે સેન્ટર ફાળવવામાં નહીં આવે. કોલેજે પોતાના ખર્ચે વિદ્યાર્થીઓને અન્ય સેન્ટર પર મોકલવાની વ્યવસ્થા આપવાની રહેશે.

- Advertisement -

આમ, સમર સેમેસ્ટરની વિવિધ કોર્સની પરીક્ષાઓમાં કુલ 51 વિદ્યાર્થીઓને સજા કરાઇ જ્યારે આઠ વિદ્યાર્થીઓને નિર્દોષ જાહેર કરાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular