ખંભાળિયામાં ચુનારાવાસમાં રહેતો યુવાન તેના ઘરે સીડીના પગથિયા ઉતરતો હતો તે દરમિયાન પગ લપસી જતાં નીચે પટકાતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ખંભાળિયામાં ગોવિંદ તળાવ વિસ્તારમાં આવેલા ચુનારાવાસ ખાતે રહેતા મુરૂભાઈ પાલાભાઈ ખરા નામના 27 વર્ષના યુવાન તેમના ઘરે સીડીના પગથિયા પરથી લપસીને નીચે પટકાતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના નાનાભાઈ સંજય ખરાએ અહીંની પોલીસને કરી છે.