Sunday, December 22, 2024
Homeસ્પોર્ટ્સT-20માં ભારતનો હાઇએસ્ટ રનચેઝ

T-20માં ભારતનો હાઇએસ્ટ રનચેઝ

- Advertisement -

ભારતે ઓસ્ટ્રેલિયા સામેની ટી-20 શ્રેણીની પ્રથમ મેચ 2 વિકેટ સાથે જીતી લીધી છે. વિશાખાપટ્ટનમમાં ગુરુવારે ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 208 રન બનાવ્યા હતા. ભારતે 209 રનનો ટાર્ગેટ 20મી ઓવરના છેલ્લા બોલે 8 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ટી20માં ભારતનો આ સૌથી હાઇએસ્ટ રનચેઝ હતો. રિંકુ સિંહે છેલ્લા બોલ પર સિક્સર ફટકારી, પરંતુ શોન એબોટના નો-બોલને કારણે રિંકુની સિક્સ ગણાઈ ન હતી. અહીં ભારતને એક બોલ પર એક રનની જરૂર હતી. ઓસ્ટ્રેલિયન ઇનિંગ્સમાં ઓપનર ઋુતુરાજ ગાયકવાડ ડાયમંડ ડકનો શિકાર બન્યો (એક પણ બોલ રમ્યા વિના આઉટ થયો), રવિ બિશ્નોઈએ મેચમાં સદી ફટકારનાર જોસ ઈંગ્લિસને જીવનદાન આપ્યું. રવિ બિશ્નોઈની 5મી ઓવરના બીજા બોલ પર સ્ટીવ સ્મિથનો કેચ છૂટ્યો. સ્મિથે આ બોલને સ્લોગ કરવાનો પ્રયાસ કર્યો અને બોલ બોલરની દિશામાં પાછો ગયો. ફોલો-થ્રો પર બિશ્નોઈ કેચ પકડી શક્યો નહીં

- Advertisement -

સ્પિનર રવિ બિશ્નોઈએ ઓસ્ટ્રેલિયાના મેથ્યુ શોર્ટને બોલ્ડ કર્યો હતો. બિશ્નોઈએ 5મી ઓવરમાં ગુડ લેન્થ બોલ ફેંક્યો હતો. શોર્ટને લાગ્યું કે બોલ સ્પિન નહીં થાય અને તેણે મિડવિકેટ તરફ શોટ રમ્યો, પરંતુ બોલ અંદર આવ્યો અને સીધો જ સ્ટમ્પ સાથે અથડાયો. આના પર શોર્ટ બોલ્ડ થયો હતો. ઓસ્ટ્રેલિયન ઈનિંગ દરમિયાન રવિ બિશ્નોઈ જોશ ઈંગ્લિસને રનઆઉટ કરવાની તક ચૂકી ગયો. 9મી ઓવરના ત્રીજા બોલ પર, બિશ્નોઈએ બોલ બહારથી ઈંગ્લિસ તરફ ફેંક્યો. ઇંગ્લિસે પાછળ શોર્ટ થર્ડ તરફ કટ કર્યો અને રન લેવા માટે દોડ્યો. હાઇએસ્ટ રનચેઝ

ફિલ્ડરે નોન-સ્ટ્રાઈક માટે થ્રો કર્યો. ઇંગ્લિસ હજી બીજા છેડે પહોંચ્યો ન હતો, પરંતુ બિશ્નોઇ થ્રો પકડી શક્યો ન હતો. બોલ તેના હાથમાંથી સરકી ગયો અને ત્યાં સુધીમાં ઇંગ્લિસ ક્રિઝની અંદર આવી ગયો.આ શ્રેણીમાં ભારતીય ટીમનો વાઇસ કેપ્ટન ગાયકવાડ બોલ રમ્યા વિના આઉટ થયો હતો. જયસ્વાલે પ્રથમ ઓવરના 5માં બોલ પર સ્ટોઇનિસની સામે સ્કૂપ શોટ રમ્યો હતો. પ્રથમ રન લીધા બાદ જયસ્વાલે બીજો રન લેવાની માગ કરી હતી. ગાયકવાડે પણ બીજા છેડેથી દોડવાનું શરૂ કર્યું, પરંતુ જ્યારે ગાયકવાડે અડધો રસ્તો પાર કરી લીધો ત્યારે જયસ્વાલે રન લેવાની ના પાડી દીધી. વિકેટકીપર મેથ્યુ વેડે તેને રન આઉટ કર્યો હતો. ગાયકવાડ એક પણ બોલ રમ્યા વિના આઉટ થયો હતો. ભારતીય બેટર રિંકુ સિંહે છેલ્લા બોલ પર વિજયી સિક્સર ફટકારી, પરંતુ તે ગણતરીમાં ન હતો. કારણ કે 20મી ઓવરના છેલ્લા બોલ પર ભારતને જીતવા માટે 1 રનની જરૂર હતી અને અમ્પાયરે શોન એબોટના છેલ્લા બોલને અમાન્ય (ના) જાહેર કર્યો હતો. બોલ ફેંકતી વખતે એબોટનો એક પગ ક્રિઝની બહાર હતો. આ નો બોલના કારણે ભારતે મેચ જીતી લીધી અને રિંકુના સિક્સની ગણતરી ન થઈ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular