Thursday, January 2, 2025
Homeરાજ્યજામનગરજામનગર નજીક બાઈકચાલકે ઠોકરે ચડાવતા આધેડનું મોત

જામનગર નજીક બાઈકચાલકે ઠોકરે ચડાવતા આધેડનું મોત

બે સપ્તાહ પૂર્વે અકસ્માતનો બનાવ: હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા મૃતકની ઓળખ મેળવવા તજવીજ

- Advertisement -

જામનગર-ખંભાળિયા માર્ગ પર બાયપાસથી લાલપુર ચોકડી તરફ જતાં બાઈકચાલકે ચાલીને જતાં અજાણ્યા પ્રૌઢને ઠોકર મારી હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. અકસ્માતના બનાવના પોલીસે બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર નજીક ખંભાળિયા બાયપાસથી લાલપુર ચોકડી તરફ જવાના માર્ગ પર એપલ ગેઈટ નજીકથી ગત તા.3 ના રોજ રાત્રિના સમયે ચાલીને જતાં 50 વર્ષના અજાણ્યા પ્રૌઢને પાછળથી પૂરઝડપે આવી રહેલા જીજે-03-ડીસી-2426 નંબરના બાઈક ચાલકે ઠોકરે ચડાવી હડફેટે લેતા આધેડને માથામાં તથા પગમાં ગંભીર ઈજા પહોંચતા આધેડને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની પરેશભાઈ ગોજિયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી હાથમાં રાજેશ ગાંડા ભગત ત્રાજવું ત્રોફાવેલ આધેડની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી અને આ વ્યક્તિ અંગે કોઇપણ જાણકારી મળે તો 0288-2730151 નંબર પર સંપર્ક કરવા પીએસઓ એસ. જે. ડાભીની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular