કૌશલ કુમાર ચૌબેએ રાજકોટ ડિવિઝનના નવા એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર (ADRM) તરીકે ચાર્જ સંભાળ્યો છે. ચૌબેની ગોવિંદ પ્રસાદ સૈનીના સ્થાને નિમણૂક કરવામાં આવી છે જેમની ડેપ્યુટેશન પર ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર – અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. ચૌબે ભારતીય રેલવે સ્ટોર્સ સર્વિસના 2003 બેચના અધિકારી છે. તેમણે પશ્ર્ચિમ રેલવે, પશ્ર્ચિમ મધ્ય રેલવે અને દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેમાં વિવિધ મહત્વના હોદ્દાઓ પર કામ કર્યું છે જેમાં જબલપુર, બિલાસપુર, રાયપુર અને મુંબઈ ખાતે ડેપ્યુટી ચીફ મટિરિયલ મેનેજર તરીકેની વિવિધ પોસ્ટિંગનો સમાવેશ થાય છે. રાજકોટના એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર તરીકેનો ચાર્જ સંભાળતા પહેલા તેઓ પશ્ચિમ રેલવેના સ્ટોર્સ વિભાગમાં ડેપ્યુટી ચીફ મટીરીયલ મેનેજર (ઈલેક્ટ્રીકલ)નો હોદ્દો સંભાળતા હતા. ચૌબેએ પશ્ર્ચિમ મધ્ય રેલવેમાં ઈ-ઓક્શનના અમલીકરણ અને બર્ન સ્ટાન્ડર્ડ ફેક્ટરીના નિકાલમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ચૌબેને ટ્રેકિંગ અને હાઇકિંગમાં ઊંડો રસ છે.