જામનગર તાલુકાના પંચકોશી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીમાં મધ્યપ્રદેશનો તસ્કર સંડોવાયેલો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે દરેડમાં રહેતાં મધ્યપ્રદેશના વતનીને તેના ગામમાંથી ચોરાઉ રોકડ રકમ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના પંચકોશી બી ડીવીઝન વિસ્તારમાં થોડા દિવસ અગાઉ થયેલી ઘરફોડ ચોરીમાં દરેડમાં રહેતો અને મધ્યપ્રદેશના વતની એવા તસ્કરની સંડોવણી હોવાનું એએસઆઈ વી. ડી. રાવલિયા, પો.કો. સુમિત શિયાળ, ભયપાલસિંહ જાડેજા, મેહુલ વિશાણી દ્વારા સીસીટીવી ફુટેજ અને બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ડીવાયએસપી ડી પી વાઘેલાની સૂચનાથી સીપીઆઈ પી એલ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, એએસઆઈ વી.ડી. રાવલિયા, પી.કે. જાડેજા તથા હેકો સુમિત શિયાર, ભયપાલસિંહ જાડેજા, મેહુલ વિશાણી, અજય વિરડા સહિતના સ્ટાફે સીસીટીવીના ફુટેજો અને બાતમીના આધારે મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના પટેરા તાલુકાના રસોટા ગામમાં જઈ સ્થાનિક પોલીસની મદદ મેળવી વીપીન ઉમાકાંત બડગનીયા નામના તસ્કરને દબોચી લીધો હતો.
પોલીસે મધ્યપ્રદેશમાંથી તસ્કરને દબોચી લઇ તેની પાસેથી રૂા.1,41,300ની ચોરાઉ રોકડ રકમ કબ્જે કરી જામનગર લઇ આવ્યા હતાં અને ત્યાં પોલીસે આગળની પૂછપરછ હાથ ધરી હતી.