કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા રાંભીબેન અરજનભાઈ સીદાભાઈ ચાવડા નામના 60 વર્ષના મહિલાના ખેતરની બાજુમાં આવેલા ખાડામાં તેમણે પાણીનો સંગ્રહ કર્યો હતો. આ પાણી ભરેલા ખાડામાં કેનેડી ગામે રહેતા રમેશ રામભાઈ નંદાણીયા નામના શખ્સએ પાણી ખેંચવા માટેનું મશીન મૂક્યું હતું. રાંભીબેન તથા તેમના પતિએ રમેશને ના પાડતા આરોપી રમેશ તેમજ તેની સાથેના અન્ય આરોપીઓ ભીમશીભાઈ જેઠાભાઈ નંદાણીયા, દેશુર મુરુભાઈ નંદાણીયા અને કવિબેન નંદાણીયાએ બિભત્સ ગાળો કાઢી, લાકડાના ધોકા વડે માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ પ્રકરણમાં કલ્યાણપુર પોલીસે ચારેય શખ્સો સામે આઈ.પી.સી. 323, 504, 506 (2) 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.