Monday, December 23, 2024
Homeરાજ્યહાલારખંભાળિયામાં જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

ખંભાળિયામાં જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી

- Advertisement -

સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 224 મી જન્મ જયંતી નિમિત્તે ખંભાળિયામાં રવિવારે ભક્તિસભર માહોલ વચ્ચે અનેકવિધ કાર્યકમો યોજવામાં આવ્યા હતા. જલારામ જયંતિની પૂર્વ સંધ્યાએ શનિવારે રાત્રે જલારામ મંદિર ખાતે આકર્ષક રોશની અને શણગાર વચ્ચે પૂજ્ય જલારામ બાપાની ઝાંખીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જલારામ ભક્તો ઉમટી પડ્યા હતા.

- Advertisement -

જલારામ જયંતિ નિમિત્તે જલારામ બાપાના મંદિર પરિસર ખાતે કરવામાં આવેલી વિશાળ, આકર્ષક રંગોળી તેમજ અન્નકૂટ દર્શનનો લાભ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લીધો હતો. ગઈકાલે સવારથી જલારામ બાપાના મંદિરની 108 પ્રદક્ષિણા કરી, અનેક ભક્તોએ પુણ્યનું ભાથું બાંધ્યું હતું. જલારામ મંદિરે નૂતન ધ્વજારોહણ, મહા આરતી તેમજ બપોરે પ્રસાદનો લાભ પણ મોટી સંખ્યામાં જલારામ ભક્તોએ લીધો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ રવિવારે બપોરે સારશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિના સમૂહ ભોજન (સારસ્વત માસ્તાન) બાદ સાંજે જલારામ બાપાની ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી. અહીંના જલારામ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો. જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી અને બેઠક રોડ પર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થઈ હતી. અબીલ ગુલાલની છોળો તેમજ ફટાકડાની આતશબાજી સાથે શોભાયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -

રઘુવંશી જ્ઞાતિના બહેનો તેમજ ભાઈઓ માટે સમૂહ પ્રસાદ (નાત)નું પણ સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ આયોજન માટે લોહાણા મહાજનના વડપણ હેઠળ જ્ઞાતિની વિવિધ સેવાકીય સંસ્થાઓ તેમજ જ્ઞાતિના યુવાઓ, કાર્યકરો તેમજ જલારામ ભક્તોએ ખભેખભા મિલાવીને નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular