જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ દિવાળી ના પર્વ ના દિવસે સંવેદનશીલતાના દર્શન કરાવ્યા હતા, અને અતિ ગરીબ અને ઝૂંપડપટ્ટીના બાળકોની સાથે ફટાકડા ફોડીને તેમજ તેઓને મીઠાઈ વિતરણ કરીને તેઓના જીવનમાં ઉજાસ ભરવાનો પ્રયાસ કર્યો હતો.
ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી દિવાળીના સાંજના સમયે પૂર્વ કોર્પોરેટર આકાશભાઈ બારડ તેમજ તેઓના અન્ય સમર્થકો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, અને મિત્ર વર્તુળની સાથે રહીને ગરીબ વસ્તીમાં જઈને નાના નાના ગરીબ બાળકોને મીઠાઈ ફરસાણ ના પેકેટોનું વિતરણ કર્યું હતું, તેમ જ તેઓની સાથે ફટાકડા ફોડીને ગરીબ પરિવારના બાળકોના જીવનમાં રંગ ભરવાનો પ્રયાસ કર્યો હતો.
તેઓની સંવેદનશીલતા જોઈને ગરીબ ઝૂંપડવાસીઓએ દિવ્યેશભાઈ નો અભાર વ્યક્ત કર્યો હતો, અને પોતાના શબ્દોથી દિવાળીની શુભકામનાઓ પાઠવી હતી.