લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતાં વૃદ્ધને તેના ઘરે ચકકર આવતા બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, લાલપુર તાલુકાના સીંગચ ગામમાં રહેતાં ગરીબનાથ છગનનાથ ગોસાઈ (ઉ.વ.60) નામના વૃધ્ધને ગત તા.7 ના રોજ સાંજના સમયે તેના ઘરે બાથરૂમમાંથી બહાર આવતા સમયે એકાએક ચકકર આવતા બેશુદ્ધ થઈ જવાથી વૃધ્ધને 108 એમ્બ્યુલન્સમાં ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં શુક્રવારે રાત્રિના સમયે વૃધ્ધનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. મૃતકના પુત્ર વિપુલનાથ દ્વારા જાણ કરાતા હેકો એલ.જી. જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.