ભાણવડ તાલુકાના સેવક દેવરીયા ગામેથી પોલીસે તીનપત્તી નામનો જુગાર રમી રહેલા કાસમ હાસમ ઘુઘા, ઉમર હાસમ ઘુધા અને સુમાર તારમામદ ઘુઘા નામના ત્રણ શખ્સોને રૂપિયા 1,810 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ દરોડા દરમિયાન ઇંદરીશ કાસમ સમા નામનો શખ્સ નાસી છૂટ્યો હતો.
આ જ વિસ્તારમાંથી પોલીસે નદીના પુલ પાસે બેસીને ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા મામદ મુસા સમા અને તારમામદ આમદ ઘુઘા નામના બે શખ્સોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. તે દરમિયાન અબ્દુલ કાસમ ઘુઘા નામનો શખ્સ ફરાર થઈ ગયો હતો.
અન્ય એક કાર્યવાહીમાં ભાણવડમાં પદ્માવતી સોસાયટીની બાજુમાં આવેલી બાવળની ઝાળીમાં બેસીને રોનપોલીસ નામનો જુગાર રમતા કાસમ રહીમ શાહમદાર, ભુપત ગોગન રાઠોડ અને રમેશ કાનજીભાઈ ભુંડિયા નામના ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લઈ, જુગારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.