ખંભાળિયા તાલુકાના લલીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા કારૂભાઈ નગાભાઈ ચાવડા નામના 45 વર્ષના યુવાન આહીર યુવાન પાસે રહેલી તેના પિતાજીની ખેતીની જમીન આ જ વિસ્તારમાં રહેતા ગોવા નગાભાઈ ચાવડા અને ધરમવીર ગોવાભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તેઓને સોંપી આપવા માટે જણાવતા ફરિયાદી કારૂભાઈએ આ જમીન તેઓને આપવાની ના કહી દીધી હતી. આથી ઉશ્કેરાયેલા ગોવાભાઈ તથા ધરમવીરએ કારૂભાઈને કુહાડી તથા લાકડી વડે બેફામ માર મારી, ઈજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર બનાવ માટે ખંભાળિયા પોલીસે બંને શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.