Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરપતિના મામીજી સાથેના અનૈતિક સંબંધોથી કંટાળેલી પત્નીનું અગ્નિસ્નાન

પતિના મામીજી સાથેના અનૈતિક સંબંધોથી કંટાળેલી પત્નીનું અગ્નિસ્નાન

પતિ દ્વારા અવાર-નવાર મારકૂટ કરી શારીરિક-માનસિક ત્રાસ : લોખંડના પાઈપ વડે મારકૂટ : પતિ અને મામીજી સહિતના ત્રાસથી કંટાળેલી પરિણીતાનો આપઘાતનો પ્રયાસ : પોલીસ દ્વારા પતિ અને મામીજી સહિતનાઓ વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના ગુલાબનગરમાં આવેલા સત્યસાંઈનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેણીના પતિ અને મામીજી તથા મામીજીના સંતાનો દ્વારા અપાતા શારીરિક માનસિક ત્રાસથી કંટાળી પતિ દ્વારા કરાયેલા હુમલા બાદ શરીરે કપાસીયાનું તેલ છાંટી અગ્નિસ્નાન કરતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ગુલાબનગર સત્યસાંઈનગરમાં આવેલા વિશાળ રેસીડેન્સીમાં રહેતાં વૈશાલીબેન રાઠોડ (ઉ.વ.28) નામની મહિલાને તેણીના લગ્નજીવન દરમિયાન પતિ કિશોર રણછોડ રાઠોડને જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં રહેતાં મામી ચંપાબેન ધરમશીભાઈ સોનગરા સાથે અનૈતિક સંબંધો હોવાથી પતિને અવાર-નવાર ઉશ્કેરણી કરતા હોય જેથી પતિ તેની પત્ની વૈશાલીબેન સાથે નાની નાની બાબતોમાં વાંક કાઢી ઝઘડાઓ કરી શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. દરમિયાન ગત તા.5 ના રોજ વૈશાલીના મામી ચંપાબેન અને તેના બે પુત્રો ભરત તથા મયંક જામનગર આવ્યા હતાં અને પતિ કિશોરે એકસંપ કરી પતિ વૈશાલી સાથે બોલાચાલી કરી લોખંડના પાઈપ વડે હુમલો કરી મારકૂટ કરી હતી. પતિ દ્વારા મારકૂટ કરાતા ઈજાગ્રસ્ત પત્ની વૈશાલી એ પત્ની સહિતનાઓના ત્રાસથી કંટાળી ગઈ હતી.

દરમિયાન ગત તા.7 ના રોજ રાત્રિના સમયે પતિ અને મામાજીના ત્રાસથી કંટાળેલી વૈશાલીબેને શરીર ઉપર કપાસીયાનું તેલ છાંટી અગ્નિસ્નાન કર્યુ હતું. તાત્કાલિક સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના આધાર પીએસઆઈ આર.એ. ચનિયારા તથા સ્ટાફે વૈશાલીબેનના નિવેદનના આધારે પતિ કિશોર રણછોડ રાઠોડ, મામીજી ચંપાબેન ધરમશી સોનગરા, ભરત ધરમશી સોનગરા, મયંક ધરમશી સોનગરા સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular