જામનગર સોની બજારના વેપારીઓ તેમજ આંગડિયા પેઢીવાળા સાથે દિવાળીના તહેવાર ધ્યાને લઇ પીઆઇ નિકુંજસિંહ ચાવડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પોલીસ સ્ટેશનના પીઆઇ નિકુંજસિંહ ચાવડા દ્વારા દિવાળી ના તહેવારો દરમ્યાન વેપારીઓને કે ખરીદી કરવા આવનાર લોકોને કોઇ અગવડતાઓ ‘ન’ પડે તે માટે જરૂરી પોલીસ બંદોબસ્ત રાખી તકેદારીના પગલાં લેશે તેવી કટીબદ્ધતા દર્શાવી હતી. તેમજ તહેવાર દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ખરીદી કરવા આપતા હોય છે ત્યારે બજારમાં ભીડ એકત્ર થતી હોય છે તેથી બજારમાં ભીડનો ગેરલાભ લેવા માટે ખિસ્સા કાતરુ, ચીલઝડપ કરનાર તથા ગુનાહિત પ્રવૃતિઓ થતી હોય છે. તેથી લોકો હર્ષોલ્લાસથી દિવાળી પર્વની પૂજવણી કરી શકે તેવા હેતુથી પોલીસ દ્વારા ફુટપેટ્રોલિંગ કરવામાં આવશે.
આ બેઠકમાં જામનગર વેપારી મંડળ પ્રમુખ સુરેશભાઈ તન્ના, ગુજરાત સુવર્ણકાર સુરક્ષા સેતુ જામનગરના પ્રમુખ સુભાષભાઈ પાલા, ઉપપ્રમુખ ધર્મેશભાઈ વડનગરા, કિશોરભાઈ મોનાણી, રાજુભાઈ વડનગરા, જયકિશનભાઈ પાલા, હર્ષભાઈ થડેશ્વર, જયેશભાઈ માંડલિયા તથા સોની સમાજના આગેવાન કિશોરભાઈ ભૂવા સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સિટી એ ડિવિઝન વિસ્તારમાં આવતા આંગડિયા પેઢીના માલિક તથા કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમ એએસઆઇ બસીરભાઇ મલેકની અખબાર યાદીમાં જણાવાયું છે.