આવતીકાલથી દિવાળીના શુભ દિવસોની શરૂઆત થશે ત્યારે જામનગરની બજારોમાં ખરીદીની રોનક જોવા મળી હતી.
તહેવારોમાં છેલ્લી ઘડી સુધી લોકો ખરીદીના મુડમાં હોય છે. ઘરની સફાઈ બાદ મહિલાઓ ફ્રી થઈ ગઈ હોય છે. બાળકો પણ શાળામાં વેકેશનના કારણે રજાના મુડમાં હોય છે ત્યારે લોકો બજારોમાં ખરીદીના મૂડમાં જોવા મળે છે. ઘર વપરાશની વસ્તુઓ, ઘર સજાવટની બનાવટો, રંગોળીના કલર, છાપણી, તોરણ, દિવડા, લાઈટીંગની સીરીઝ, ઝૂમ્મર, લેમ્પ વગેરેની ડિમાન્ડ હાલ વધુ જોવા મળી રહી છે. ત્યારે શહેરના બર્ધનચોક વિસ્તારમાં પણ દિવાળીના તહેવારને અનુલક્ષીને ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ખરીદી માટે બજારમાં ખૂબ ભીડ જામી જોવા મળી રહી છે.


