Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતગાંધીધામ ટપર ડેમમાં ગુજરાત એનસીસી ડાયરેકટરેટ દ્વારા સરોવર મંથન-02 નૌકાયન અભિયાનનું આયોજન

ગાંધીધામ ટપર ડેમમાં ગુજરાત એનસીસી ડાયરેકટરેટ દ્વારા સરોવર મંથન-02 નૌકાયન અભિયાનનું આયોજન

- Advertisement -

ગુજરાત, દાદરાનગર હવેલી, દમણ અને દિવ એનસીસી ડાયરેકટરના એડિશનલ ડાયરેકટર જનરલ મેજર જનરલ રમેશ શનમુગમનાં નિર્દેશન અનુસાર, જામનગર એનસીસી ગ્રુપ અંતર્ગતની નેવી વિંગ દ્વારા તા. 5 નવેમ્બર-2023ના રોજ ગાંધીધામના ટપર ડેમ ખાતે સરોવર મંથન-02 નૌકાયન અભિયાનનો પ્રારંભ મોસ્ટ એન્ટરપ્રાઇઝીંગ નેવલ યુનિટ (મેનુ)ના ભાગરુપે થયો છે. તા. 15 નવેમ્બર-2023 સુધી ચાલનારા કુલ દસ દિવસના આ અભિયાનમાં 210 કિ.મી. વિસ્તાર આવરી લેવામાં આવશે.

- Advertisement -

આ અભિયાનનો પ્રારંભ ટપર ડેમથી જામનગર એનસીસી ગ્રુપના ગ્રુપ કમાન્ડર કર્નલ એચ.કે. સિંઘે ફલેગ ઓફથી કરાવ્યો હતો. આ સાહસિક અભિયાનમાં જામનગર ગ્રુપના ત્રણ અધિકારીઓ, બાર પરમેનન્ટ ઇન્સ્ટ્રકટર અને પંચોતેર નેવલ કેડેટસ સામેલ છે. જેમાં પાંત્રીસ ગર્લ્સ કેડેટસ છે.

કુલ ત્રણ 27 ફિટ ડીકે વોલર (27 ફૂટ લાંબી ડ્રોપ કિલ વ્હેલર બોટ) આ નૌ-કાયનનો હિસ્સો બની છે. સલામતિના ભાગરુપે આ સમગ્ર અભિયાનમાં બોટમાં સુરક્ષા માટે દોરડાની વ્યવસ્થા, વિવિધ લાઇફ ગાર્ડ સંશાધનો, જેમિની મિકેનાઇઝડ બોટ ઉપરાંત તમામ કેડેટસ દ્વારા લાઇફ જેકેટસ પહેરવામાં આવે છે.

- Advertisement -

આ ટીમ દ્વારા સામાજિક જાગૃતિના વિવિધ કાર્યક્રમો જેવા કે, કેન્સર અંગે જાગૃતતા, દરિયા કિનારાની સફાઇ, સ્વચ્છ ભારત અભિયાન, ભારતીય નૌ-સેનાની કામગીરી અને કારકિર્દી વિષયક માર્ગદર્શન, સ્વાસ્થ્ય જાળવણીની સતર્કતા વગેરેનું પણ આયોજન કરવામાં આવશે. આ અભિયાન નેવલ કેડેટસને દરિયાઇ જીવસૃષ્ટિથી પરિચિત થવાની અનેરી તક આપશે. જીવનની રોજિંદી પરિસ્થિતિઓમાં સાહસ અને નેતૃત્વના ગુણોને કેડેટસ ઉજાગર કરી શકે તે મુખ્ય ઉદ્ેશ આ નૌકાયન અભિયાનનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular