Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરાજ્યમાં ભેળસેળિયાઓને પાઠ ભણાવવા આદેશ

રાજ્યમાં ભેળસેળિયાઓને પાઠ ભણાવવા આદેશ

લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા તત્વો પર તૂટી પડવા મુખ્યમંત્રીની સૂચના : રાજ્યભરમાં ભેળસેળ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવશે

- Advertisement -

ગુજરાતમાં ખાદ્ય પદાર્થ ઉપરાંત બિયારણમાં પણ ભેળસેળના તેમજ બનાવટી બિયારણ વેચવાના આવી રહેલા કિસ્સા બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કેબીનેટની બેઠકમાં રાજય સરકારના ફુડ એન્ડ ડ્રગ વિભાગને ભેળસેળ પર તૂટી પડવા આદેશ આપ્યો હતો.

- Advertisement -

રાજયમાં છેલ્લા કેટલાક દિવસથી ખાદ્ય પદાર્થોની ભેળસેળ સામે વિવિધ શહેરોમાં ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા સતત કાર્યવાહી થઈ રહી છે તે મુદે મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં નોંધ લીધી હતી અને અધિકારીઓ સાથે આંકડાકીય બાબતો સહિતની ચર્ચા કરી હતી.

બાદમાં પટેલે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી લેવાશે નહી તેવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું અને જણાવ્યું કે જનતાના આરોગ્ય સાથે ચેડા સ્વીકાર્ય નથી. પટેલે ચોકકસ સમયે ભેળસેળ સામે ડ્રાઈવ યોજવા કરતા નિયમિત રીતે અને સતત ઝુંબેશ ચલાવવા સૂચના આપી હતી. એટલું જ નહી ભેળસેળના નમુનામાં ઝડપથી લેબોરેટરી રિપોર્ટ આવી જાય અને ભેળસેળ કરનારાઓ સામે આકરી કાર્યવાહી થાય તે જોવા પણ આદેશ આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular