જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં આવેલી એક દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલી ખજૂરના પેકેટમાંથી જીવતી ઇયળ નિકળતાં હોબાળો મચી ગયો હતો. એક તરફ આરોગ્યને લઇને સમગ્ર શહેરમાં સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે પટેલ કોલોનીમાં આવેલી બોમ્બે નમકીન નામની દુકાનમાંથી ગ્રાહકે ખરીદેલી ખજૂરમાંથી જીવતી ઇયળ નિકળી હતી. આ અંગે ગ્રાહકે ફૂડ વિભાગને જાણ કરતાં દોડી આવેલા અધિકારીઓએ દુકાનમાં તપાસ હાથ ધરી ખજૂરના નમૂના લીધા હતાં.