જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં કારચાલકની ગાડીને ઠોકર લાગી જતા શ્રમિક યુવાનને બાઈકના બોનેટ પર બેસાડી ગાડી ચલાવવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં આજે એક કારે શ્રમિક યુવાનની ગાડીને ઠોકર મારી હતી. જોકે, ‘ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે’ તેમ કાર ચાલકે શ્રમિક યુવાનને કારના બોનેટ પર બેસાડી બે કિલોમીટર સુધી કાર ચલાવી હતી. જો કે, આ સમયે પાછળથી આવી રહેલા વાહનચાલકે આ વીડિયો મોબાઇલમાં શૂટ કરી વાયરલ કર્યો હતો. જો કે, આવી ઘટનાઓ યુપી-બિહારમાં બનતી હોય છે. પરંતુ જામનગરમાં બનેલી આ ઘટનામાં પોલીસ કેવી કાર્યવાહી કરે છે ? તે જોવાનું રહ્યું.