Saturday, January 4, 2025
Homeરાજ્યજામનગરમિલકત વેરા શાખા દ્વારા બાકી વેરા અંતર્ગત 15 મિલકતોની જપ્તી

મિલકત વેરા શાખા દ્વારા બાકી વેરા અંતર્ગત 15 મિલકતોની જપ્તી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા લાંબા સમયથી બાકી રોકાતી મિલકત વેરાની રકમની વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત વેરા વસુલાત ટુકડી દ્વારા શહેરમાં તા. 4 અને 6 નવેમ્બરના બે દિવસમાં 15 મિલકતોની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં સાત આસામીઓએ સ્થળ પર જ બાકી રકમ ભરપાઇ કરી દીધી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા રાખા દ્વારા કમિશનરની સૂચના અનુસાર અને આસી. કમિશનર (ટેકસ) તથા ટેકસ ઓફિસરના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં બાકી મિલકત વેરા ધારકો વિરુધ્ધ વેરા વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેના ભાગરુપે તા. 4 નવેમ્બરના રોજ પાંચ મિલકતોની જપ્તીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે દરમિયાન સૌરાષ્ટ્ર રચનાત્મક ઈ/જ્ઞ. કાંતાબેન રાઠોડની મિલકત સીલ કરવામાં આવી હતી. આ દરમિયાન ગોકુલ નોનટ્રેડીંગની બે મિલકત કટારમલ દેવજી ગંગજી સહિત કુલ ચાર આસામીઓએ સ્થળ પર જ બાકી રકમ ભરપાઇ કરી આપી હતી.

આ ઉપરાંત તા. 6 નવેમ્બરના રોજ મિલકત વેરા શાખા દ્વારા 10 મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જેમાં મિહીર કાંતિલાલ પટેલ, રસીદાબેન ઇબ્રાહીમ, કિશોરસિંહ જેસંગજી જાડેજા, કટારીયા ચનાભાઇ, પ્રવિણભાઇ ચેતરીયાની બે મિલકતો સહિત સાત મિલકતો જપ્ત કરવામાં આવી હતી. તેમજ આ કાર્યવાહી દરમિયાન હારુન ઉંમરભાઇ તથા રાઠોડભાઇ નામના આસામીની બે મિલકત સહિત કુલ ત્રણ મિકલતના આસામીઓએ સ્થળ પર જ બાકી વેરાની રકમ ભરપાઇ કરી આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular