એસીબીએ જામનગર સિટી સી પોલીસ સ્ટેશનનાં હેડ કોન્સ્ટેબલ વતી હોમગાર્ડઝ જવાનને લાંચ લેતા ઝડપી લીધો હતો. તેમજ હેડ કોન્સ્ટેબલની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતી ખોડિયાર કોલોની પોલીસ ચોકીના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી દારૂના ધંધાર્થી પાસેથી રૂા.30 હજારની લાંચની માંગણી કરી હતી. જેમાં અગાઉ રૂા.8000 ની લાંચ લઇ લીધી હતી. ત્યારબાદ બાકીના રૂા.22000 હોમગાર્ડઝ હરપાલસિંહ જાડેજાને હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવી વતી લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લીધો હતો. એસીબી દ્વારા હોમગાર્ડ જવાનની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે અને સિટી સી ના હેડ કોન્સ્ટેબલ કલ્પેશ ગઢવીની શોધખોળ હાથ ધરી છે.