જામનગર પોલીસ પરિવાર દ્વારા ગઇકાલે રવિવારે પોલીસ હેડ કવાર્ટર ખાતે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું.
જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જામનગર પોલીસ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં પોલીસ અધિકારીઓ તથા જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી રક્તદાન કર્યું હતું. આ તકે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પણ ઉપસ્થિત રહી રક્તદાન કરતાં જવાનોને પ્રોત્સાહન પુરું પાડયું હતું. દિવાળીના તહેવાર નજીક આવી રહ્યો હોય, તહેવારો દરમિયાન ચોરીના બનાવો અટકાવા લોકોએ પોલીસને સહયોગ આપવા અનુરોધ કરાયો હતો. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, તહેવારો પર બહારગામ જતાં લોકો સોશિયલ મીડીયા પર બહાર જતાં હોવાનો પ્રચાર ન કરે. તેમજ પોલીસને જાણ કરી બહાર જવા પણ અનુરોધ કર્યો હતો.