સરકારના સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત ગુજરાત હોમગાર્ડઝ વડી કચેરીના આદેશ અનુસાર જામનગર જિલ્લાના શહેર તથા તમામ તાલુકા યુનિટની કચેરીઓના હોમગાર્ડઝ જવાનો દ્વારા રવિવારે એક સાથે અને એક જ સમયે સંયુક્ત રીતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા કક્ષાએ પંચાયતના સાથ સહકાર અને શહેર કક્ષાએ જામનગર મહાનગરપાલિકા તથા પદાધિકારીઓના સહયોગથી આ મિશન નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા કમાન્ડન્ટ મહેન્દ્રસિંહ સોલંકીની સુચનાઓ અને અધ્યક્ષતામાં જિલ્લાના સ્ટાફ ઓફિસર લીગલ ગીરીશ સરવૈયા ના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવ્યું હતું.
જેમાં શહેર ખાતે એસ.ટી ના વિભાગીય નિયામક બી.સી. જાડેજાની ઉપસ્થિતિમાં જામનગર સીટી બી શહેર યુનિટના અધિકારીઓ મનીશ મર્થક., કૈલાસ જેઠવા., હિમાંશુ પુરોહિત અને અલિયાબાળાના અધિકારી નરેન્દ્રસિંહ જાડેજાની આગેવાની હેઠળ એસ.ટી ડેપોમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત જિલ્લા હોમગાર્ડઝ કચેરી અને જિલ્લા પંચાયતના આસપાસના વિસ્તારોમાં જામનગર સીટી સી યુનિટ ના અધિકારીઓ હરુભા જાડેજા, કમલેશ ગઢીયા, વિજયસિંહ વાળા તથા કણજારીયાની આગેવાની હેઠળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તેમજ મહિલા હોમગાર્ડઝ સભ્યો દ્વારા સીટી બી અને સી કચેરીમાં સ્વચ્છતા અભિયાન જિજ્ઞાબેન અંબાસણાની આગેવાની હેઠળ સફાઈ હાથ ધરવામાં આવી હતી.
જામનગર સીટી એ યુનિટના અધિકારીઓ જયેશ રાણા, યજ્ઞેશ વ્યાસ, હિતેશ જેઠવા તથા રાજુ ઓઝાની આગેવાની હેઠળ એમ.પી શાહ કોમર્સ કોલેજ અને લાલબંગલો ખાતે આવેલી સીટી યુનિટ કચેરી., એલસીબી કચેરી વિગેરે આસપાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.!
તાલુકા કક્ષાએ દરેક યુનિટના ઓફિસર કમાન્ડિંગની આગેવાની હેઠળ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સ્વચ્છતા અભિયાન પુર્ણ કરવામાં પંચાયત, જામનગર મહાનગરપાલિકા અને તમામ પદાધિકારીઓએ સાથ સહકાર આપ્યો હતો એ તમામનો આ તકે જિલ્લા કમાન્ડન્ટ વતી લીગલ ઓફિસર ગીરીશ સરવૈયા એ આભાર વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર શ્રમયજ્ઞ માં જિલ્લાનાં 800 થી વધુ હોમગાર્ડઝ સભ્યોએ શ્રમદાન કરી સરકારના સ્વચ્છતા હી સેવાના સુત્રને સાચા અર્થમાં સાર્થક કર્યું હતું.