સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિની પ્રદેશ કારોબારીની પ્રથમ બેઠક વિશ્વકર્મા બાગ, ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, ગાંધીનગર પાસે જામનગરમાં યોજાઇ હતી. બેઠકમાં સંસ્થાનાં રાષ્ટ્રીય સંગઠનનાં ચેરમેન નિલેશભાઇ જોષી, મહિલા ઉપપ્રમુખ દિપકભાઇ પરમાર તથા જેકીનભાઇ ક્રિશ્ચિયન, મહામંત્રી કાળુભાઇ જાંબુચા તથા મંત્રી કૌશલભાઇ આચાર્ય તથા ટ્રેઝરર ઉમેશભાઇ જોષી મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે પ્રદેશ સંગઠનનાં ઉપપ્રમુખ કિશોરસિંહ જાડેજા, મહામંત્રી વિરલભાઇ ગજ્જર, મહિલા મહામંત્રી જાગૃતિબા ઝાલા તથા સૌરાષ્ટ્ર ઝોન મહિલા પ્રમુખ મનિષાબા વાળા મધ્યમ જોન મંત્રી અંકિતાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.
કાર્યક્રમમાં હોદ્દેદારોએ સંગઠનની કાર્યશૈલીનો ચિતાર આપી તથા પોલીસને મદદરૂપ થઇ ક્રાઇમ રેટ ઘટાડવાનાં ઉદેશ્યને પ્રાપ્ત કરવા પ્રતિબદ્ધતાપૂર્વક કાર્ય કરવા સંગઠનનાં સભ્યોને આહ્યવાન કર્યું હતું. આ કાર્યમાં આવતા પડકારોને કેવી રીતે પાર પાડવા વગેરે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સુરક્ષિત સમાજ નિર્માણમાં સક્રિય ભૂમિકા ભજવવા યોગદાન આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.સ્વરૂચિ ભોજન સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.