Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરદિવાળીના તહેવારોને અનુલક્ષીને ફુડ શાખા દ્વારા જામનગરમાં ચેકિંગ

દિવાળીના તહેવારોને અનુલક્ષીને ફુડ શાખા દ્વારા જામનગરમાં ચેકિંગ

મીઠાઇ, ફરસાણની દુકાનોમાંથી 40 જેટલા નમૂનાની ચકાસણી, 16 કિલો તેલનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 10 જેટલી પેઢીઓમાંથી સર્વેલન્સ કામગીરી હાથ ધરાઇ હતી. તેમજ મીઠાઇ ફરસાણની દુકાનોમાં 40 જેટલા નમૂનાની સ્થળ ઉપર ચકાસણી કરવામાં આવી હતી અને ટીપીસી લેવલ ઉપર જણાતા 16 કિલો તેલનો નાશ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. દિવાળીના પર્વમાં મીઠાઇ, ફરસાણનું વેચાણ વધતું હોય જેને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ કાર્યવાહી દરમ્યાન ઓશવાલ હોસ્પિટલ સામે આવેલ કિરીટ ફરસાણ અને રાજ નાસ્તા હાઉસમા ટીપીસી ચેકિંગ કરતાં 5 તેલ કિલો નાશ કરાવ્યો હતો તથા મુરલીધર હોટલ માંથી દૂધ અને પટેલ રજવાડી ચા માંથી દૂધ અને ફ્રુટજામ, 21 દિગ્વિજય પ્લોટ મા આવેલ અંબિકા ડેરી માંથી કાજુ કતરી, સ્ટ્રોબેરી કતરી કાજુ અંજીર રોલ, કેસર મલાઈ પૂરી, કાજુ કલકતા પાન તેમજ અંબિકા ડેરી સ્વીટમાંથી મોતીચુર લાડુ , માવા જેલી બોન, અંજીર બરફી, 24 દિગ્વિજય પ્લોટ મા આવેલ સદગુરુ ડેરી ફાર્મ માંથી ગુલકન કટોરી, એક્ઝોટીક સ્વીટ, કાજુ કતરી, કાજુ, ખંભાળિયા ગેઈટ પાસે આવેલ સોમનાથ ડેરીમાંથી માવા ચમચમ, એક્ઝોટીક સ્વીટ, ગુલાબ લાડુ તથા ચારણ ડેરીમાંથી ભેસનું દૂધના સેમ્પલની ચકાસણી કરવામાં આવી હતી. ખંભાળિયા ગેઈટ પાસે આવેલ ચામુંડા નાસ્તા ભુવનમા ટીપીસી ચેકિંગ કરવામાં આવ્યું હતું. હવાઈ ચોકમા ટીપીસી ચેકિંગ દરમિયાન આશાપુરા નાસ્તા હાઉસ 3 કિલો, બજરંગ નાસ્તા ભુવનમા 5 કિલો, શિવ દાળ પકવાનમા 2 કિલો તેલ નાશ કરવામાં આવ્યો હતો.

સેતાવાડમા આવેલ જલારામ બેકર્સ નમકીનમાંથી લાડુ અને પેંડા તથા દિનેશભાઈ બંગાળી મીઠાઇવાલા માંથી કાજુ કતરી, ગુલાબ રોલ, હીરાકરી, આમંડ રોઝ ગુલકંદ અને વ્યાસ એન્ડ વ્યાસ મીઠાઇવાલામાંથી કાજુ કતરી, સેન્ટ્રલ બેંક એ આવેલ એચ.જે.વ્યાસમાંથી એપલ સેનેમીન, અંજીર બરફી, કોકોનટ, કાજુ કતરી તેમજ દીલીપ ડેરીમાંથી મેંગો બરફી, પેંડા તથા નવલભાઈ મીઠાઇવાલા માંથી કાજુ અંજીર રોલ ,અંજીર ટીકી , ગુલાબપાક, મેંગો રોલ અને ત્રવાડી મીઠાઇવાલા માંથી સુકો હલવો, ટોપરા પાકના સેમ્પલ ની ચકાસણી કરવામાં આવી હતી.

- Advertisement -

આ ઉપરાંત જામનગરી મુખવાસ જામ.સ્પે.મુખવાસ (લુઝ) ચાંદી બજાર, પારસ જનરલ સ્ટોર્સ અખરોટ (લુઝ), સુચક સ્પાઇસીસ સેલમ હળદર (લુઝ) આણદા બાવા ચકલો , શ્રી રવરાઈ ડેરી મિક્સ દૂધ (લુઝ)પંચેશ્ર્વર ટાવર રોડ,અજવા ડેરી ઘી (લુઝ)કાલાવડ નાકા બહાર, કલ્યાણી ડેરી ફાર્મ ભેસનું દૂધ (લુઝ) પંચેશ્ર્વર ટાવર રોડ ગણેશ પ્રો.સ્ટોર્સ મરચું પાવડર (લુઝ) આણદા બાવા ચકલો, શિવલાલ જેરામ ધાણાવાલા સ્વીટ સોલ્ટી મુખવાસ (લુઝ) હવાઈ ચોક, મેવાવાલા બ્રધર્સ બદામ (લુઝ) ચાંદી બજાર, હિન્દુસ્તાન ડેરી શુધ્ધ ઘી (લુઝ)કાલાવડ નાકા બહાર,ગ્રેેઇન માર્કેટમાં પૂજા ટ્રેડીંગ કાુંં. મેંદો (વનરાજ બ્રાન્ડ ), એન.કે.ટ્રેડર્સ સુજી (લીસા બ્રાન્ડ) વી.પી.બ્રધર્સ બેસન (ઓસ્કાર બ્રાન્ડ ), શ્રી રાધિકા ડેરી મિક્સ દૂધ (લુઝ) નાગનાથ ગેઈટ, સચિન ટ્રેડર્સ, સુજી (એપલ બ્રાન્ડ), રાજ્શક્તિ ડેરી દૂધ (લુઝ) નાગનાથ ગેઈટ ખાતે સર્વેલન્સ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular