જામનગર સાધના કોલોની ઘટના હજૂ જામનગરવાસીઓના માનસ પરથી જતી નથી. હાઉસિંગ બોર્ડના ફલેટનું બિલ્ડીંગ ધરાશાયી થતાં એક મોટી દુર્ઘટના ઘટી હતી. ત્યારબાદ હાઉસિંગ બોર્ડના જુના ફલેટધારકોને અવાર-નવાર નોટીસ અપાઇ છે. જે અંગે એલ-1 પીએલ-27 જેએલઆઇજી-324ના નામે ઓળખાય છે. તેની મિટિંગ બોલાવાઇ હતી. જેમાં રિડેવલોપમેન્ટ અંગે ચર્ચા કરી સરકાર સમક્ષ માગ ઉઠાવાઇ છે.
એલઆઇજી-324ની એક મિટિંગ યોજાઇ હતી. જેમાં એક સૂચિત ગ્રુપ બનાવાયું જેનું નામ જુની સાધના કોલોની ફલેટધારક અને દુકાનદાર હિત રક્ષક સમિતિ આપવામાં આવ્યું અને નક્કી કરવામાં આવ્યું જો હાઉસિંગ બોર્ડ રિડેવલોપમેન્ટ કરે અને 75 ટકા ફલેટધારકો મંજૂરી આપે તો જે સ્થળે મકાન છે તે સ્થળે નવા મકાન આપવા, દસ્તાવેજ ન હોય તેને પાર્વસ ઓફ એર્ટની માન્ય રાખવી, મકાન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા આપવી, ગ્રાઉન્ડ ફલોર પર ધંધો-રોજગાર ચલાવનારને નવા સંકુલમાં વ્યવસ્થા કરી આપવી, નવા મકાનના દસ્તાવેજ કરી આપવા અને નવા મકાનમાં કોઇ વધારાનો ચાર્જ ન આપવાની બાબતે ચર્ચા કરી નક્કી કરવામાં આવ્યું હતું.
જગ્યાના ભાવમાં વધારો થતાં અમુક કોન્ટ્રાકટરો આ જગ્યાના બદલે બીજી જગ્યાએ મકાન આપવાની ચાલ રમી રહ્યા છે. ત્યારે સરકારને અનુરોધ છે કે, આ મકાનોની જગ્યાએ જ નવા મકાનો આપવા તેમજ કોઇને કોરા સંમતિપત્રમાં કે પુરી વિગતો જાણ્યા-વાંચ્યા વગર સહી ન કરવાનું નક્કી કરાયું હતું. એલ-1, પીએલ-27ના ફલેટોનું બાંધકામ અંગેનો રિપોર્ટ કરાવી ચકાસણી કરીને જો બાંધકામ નળું હોય તો રિડેવલોપમેન્ટ પ્રોસિઝર માટે સરકારને રસ લેવા માટેની માગ ઉઠી છે. આમ, રિડેવલોપમેન્ટના વિવિધ મુદ્ાઓ પર ચર્ચા કરવા એલઆઇજી-324ની મિટિંગ યોજાઇ હતી.