Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયAIના જોખમને નાથવા ભારત સહિત 28 દેશોએ કરી સમજૂતિ

AIના જોખમને નાથવા ભારત સહિત 28 દેશોએ કરી સમજૂતિ

- Advertisement -

વિશ્વભરમાં જોરશોરથી ચાલી રહેલી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની ચર્ચાઓ વચ્ચે આજે 27 દેશોએ એક થઈને એઆઇ મામલે વાંધો ઉઠાવ્યો છે. આજે યુનાઈટેડ કિંગ્ડમમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી થતા જોખમો મામલો મહત્વની બેઠક યોજાઈ હતી, જેમાં ભારત સહિત 27 અન્ય દેશો અને યૂરોપીય સંઘે અઈંથી થતા જોખમોનું આંકલન કરવા એક થઈને કામ કરવાની સમજુતી પર હસ્તાક્ષર કર્યા છે.

- Advertisement -

યુકેમાં યોજાયેલી એઆઈ સેફ્ટી સમિટમાં ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચિલી, ફ્રાન્સ, જર્મની, ભારત, ઈન્ડોનેશિયા, આયરલેન્ડ, ઈઝરાયેલ, ઈટાલી, જાપાન, કેન્યા, સાઉદી અરબ, નેધરલેન્ડ, નાઈજીરીયા, ફિલિપાઈન્સ, કોરિયા ગણરાજ્ય, રવાંડા, સિંગાપુર, સ્પેન, સ્વિટ્ઝરલેન્ડ, તુર્કેઈ, યુક્રેન, સંયુક્ત આરબ અમીરાત, ગ્રેટ બ્રિટન અને ઉત્તર આયર્લેન્ડનું યુનાઈટેડ કિંગડમ, સંયુક્ત રાજ્ય અમેરિકા અને યુરોપીય સંઘ સામેલ હતા.

અમેરિકા વતી વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આ એઆઈ સમિટમાં ઉપસ્થિત રહ્યા હતા. હેરિસે સમિટમાં એલાન કર્યું છે કે, અમેરિકા યુનાઈટેડ સ્ટેટ્સ એઆઈ સેફ્ટી ઈન્સિટયુટ બનાવશે કે જે અમેરિકામાં એઆઈના વિકાસ માટેની ગાઈડલાઈન તૈયાર કરશે. આ ઈન્સ્ટિયુટ એઆઈમાં ટેસ્ટ માટેના માપદંડ નક્કી કરશે અને ભવિષ્યમાં કઈ એઆઈ સિસ્ટમ્સ ખતરનાક સાબિત થઈ શકે છે તેનું મૂલ્યાંકન કરીને એઆઈના ખતરાને ઓછો કરવા માટે પ્રયત્ન કરશે. આ ઈન્સ્ટિટયુટની કામગીરીનો વ્યાપ બહુ મોટો છે અને આ તો સાદી સમજ છે. બાકી એઆઈને લગતી કાયદાકીય બાબતો તથા બીજા મુદ્દા અંગે પણ સરકારી એજન્સીઓને સલાહ અને માર્ગદર્શન આપવાથી માંડીને ખતરનાક લાગે એવી એઆઈ સિસ્ટમ્સને નાથવા સહિતની તમામ જવાબદારી આ સંસ્થાના માથે રહેશે. યુકે સરકાર દ્વારા નિવેદન જાહેર કરાયું છે, જેમાં ધ બૈલેચલે ડિક્લેરેશન શીર્ષકના ઉલ્લેખ સાથે કહેવાયું છે કે, યુરોપીય સંઘ સહિત 28 દેશોના પ્રતિનિધિઓએ હસ્તાક્ષર કર્યા છે. ઉપરાંત એઆઈથી ઉભા થનારા ખતરાઓ અંગે પણ ગંભીર ચેતવણી જારી કરી છે. યુકેના નિવેદનમાં જણાવાયું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સૌથી જરૂરી અને જોખમ ઉભી કરતું હોવાથી 28 દેશોએ એઆઇથી ઉભી થતી તકો, જોખમો અને ફ્રન્ટિયર મામલે આંતરરાષ્ટ્રીય કાર્યવાહીની જરૂરીયાત પર સહમત થયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular