Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારદ્વારકા જિલ્લામાં 2151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાઈ એકતા મહાયાત્રા

દ્વારકા જિલ્લામાં 2151 ફૂટ લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાઈ એકતા મહાયાત્રા

અખંડ ભારતના શિલ્પી અને પ્રખર દેશભક્ત ‘ભારત રત્ન’ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિધાર્થી પરિષદ તથા ગાંધીનગરના રાધે-રાધે એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે 2151 ફુટ લંબાઈ અને 10 ફુટ પહોળા રાષ્ટ્રધ્વજ સાથે ‘એકતા મહાયાત્રા’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયોજક સંદીપભાઈ બેરા, રાષ્ટ્રીય કારોબારી સદસ્ય કુશલભાઈ બોસમિયા અને જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular