જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં જાહેરમાં ચલણી નોટનો આંકડાનો જૂગાર રમતા બે શખ્સોને પોલીસે રૂા.26,000 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દરોડાની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલા શ્રીજી હોલ સામેની શેરીમાં જાહેરમાં ચલણી નોટોના આંકડા બોલી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ઈનુસશા નથુશા શાહમદાર, જયરાજસિંહ વનરાજસિંહ ગોહિલ નામના બે શખ્સોને રૂા.26,000 ની રોકડ રકમ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.