Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરલ્યો બોલો... તસ્કરો લોટ-ગુટખા અને સેમ્પૂ ચોરી કરી ગયા...! - CCTV

લ્યો બોલો… તસ્કરો લોટ-ગુટખા અને સેમ્પૂ ચોરી કરી ગયા…! – CCTV

જામનગર તાલુકાના ગંગાવાવના પાટીયા પાસે આવેલી પાનની દુકાનમાંથી સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો પતરુ તોડીને થડામાંથી રૂા.7500 ની રોકડ રકમ અને ગુટખાના પેકેટો અને લોટ સહિતનો સામાન ચોરી કરી ગયા હતાં.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના લાવડિયા ગામમાં રહેતો પ્રફુલ્લ નવીન ગંઢાર નામના યુવાનની ગંગાવાવ ગામના પાટીયા પાસે આવેલી માધવી પાન નામની દુકાનમાંથી ગત તા.24 ના રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ દુકાનનું પતરું તોડી અંદર પ્રવેશ કરી થડામાંથી રૂા.7500 ની રોકડ રકમની ચોરી કરી હતી તેમજ દુકાનમાં રાખેલો 40 કિલો લોટ, સેમ્પુ, બીડી, બિસ્કીટ, ગુટખા, વિમલના પેકેટો સહિત રૂા.5000 નો સામાન મળી કુલ રૂા.12,500 નો મુદ્દામાલ ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગેની દુકાનદાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular