લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે સરકારી કચેરીઓમાં રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવે છે. જે અંતર્ગત જામનગર જિલ્લા પોલીસવડા કચેરી ખાતે પણ શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ તેમજ પોલીસ અધિકારીઓ તથા પોલીસ અધિક્ષક કચેરીના કર્મચારીઓ દ્વારા રાષ્ટ્રીય એકતાના શપથ લેવામાં આવ્યા હતાં.