કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કાલાવડ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના માર્ગદર્શન તથા પરમર્શમાં ધ્રોલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં તમામ 16 બેઠકો પર ભાજપના ઉમેદવારોએ ભવ્ય વિજય મેળવ્યો છે. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા ધારાસભ્ય મેઘજી ચાવડા સહિતના મહાનુભવોએ ઉમેદવારોની જીત બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે માર્કેટિંગ યાર્ડ ધ્રોલના વિજય થયેલ તમામ પદાધિકારીઓ આગામી સમયમાં ખેડૂતોના ઉત્કર્ષ માટે સતત કામગીરી કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પણ વિકાસના મીઠા ફળ મળે તેમજ શહેરની જેમ ગામડાઓ પણ તમામ સુખ સુવિધાઓથી સભર બને તે પ્રકારે આયોજનો હાથ ધરવા પધાધિકારીઓ પાસે આશાવાદ વ્યક્ત કર્યો છે. સૌ વિજેતા ઉમેદવારો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નને પરિપૂર્ણ કરવા સતત ખેડૂત હિતમાં કામગીરી કરતા રહે તેવી મંત્રી રાઘવજીભાઈ પટેલે અભ્યર્થના વ્યક્ત કરી હતી.
ભારતીય જનતા પક્ષ દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ તથા 76 કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાની આગેવાની હેઠળ ભાજપા પ્રેરીત સહકારી પેનલની રચના કરી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ – ધ્રોલની સામાન્ય ચૂંટણી લડવામાં આવી હતી અને કુલ 16 બેઠકો માટે ભાજપા પક્ષ દ્વારા કુલ 16 ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતાં. જેમાંથી ખેડૂત વિભાગમાં 10, ખરીદ વેંચાણ વિભાગમાં 2 અને વેપારી વિભાગમાં 4 ફોર્મ ભર્યા હતાં. ચકાસણી દરમિયાન એક ફોર્મ વધારે રજૂ થયેલ તે રદ્દ થતા ભાજપા પક્ષના 16 ઉમેદવારો બિન હરીફ જાહેર થયેલ છે. આમ સહકારી ક્ષેત્રમાં ભાજપા પક્ષ અને સહકારી આગેવાન રાઘવજીભાઈ પટેલનો ધ્રોલ તાલુકામાં સહકારી ક્ષેત્રમાં દબદબો જોવા મળ્યો છે. ખરીદ વેંચાણ વિભાગમાંથી રસીકભાઈ ભંડેરી તથા હરેશભાઈ અને. પીપરીયા, વેપારી વિભાગમાંથી કુંવરજીભાઈ અઘેરા, પરસોતમભાઈ પીપરીયા, જયસુખભાઈ ધમસાણીયા, મહેશભાઈ ચીખલીયા અને ખેડૂત વિભાગમાંથી રમેશભાઈ ભંડેરી, યોગેશભાઈ ચભાડિયા, હંસરાજભાઈ પાદરીયા, નવલભાઈ મુંગરા, દેવકરણભાઈ ભાલોડિયા, કરશનભાઈ ગડારા, વશરામભાઈ શીયાર, મગનભાઈ રત્નાણી, મયુરસિંહ જાડેજા, ગજરાબા સતુભા જાડેજા આ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.
ભાજપા પક્ષની સહકારી પેનલ બિનહરીફ થાય તે માટે મેઘજીભાઈ ચાવડા, રસિકભાઈ ભંડેરી, નવલભાઈ મુંગરા, રાજભા જાડેજા, દેવકરણભાઈ ભાલોડિયા, તેમજ ભાજપા પક્ષના આગેવાનો અને સહકારી આગેવાનો દ્વારા ખંતથી કામગીરી કરી હતી. બિનહરીફ ચૂંટાયેલા તમામ 16 ઉમેદવારો ભાજપા પક્ષના સંગઠનના હોદ્ેદારો, સહકારી આગેવાનો, સહકારી મંડળીઓના પ્રમુખો, જિલ્લા પંચાયતના સદસ્યઓ, તાલુકા પંચાયતના હોદ્ેદારો, વેપારીઓ તેમજ ખેડૂતોએ અભિનંદન આપ્યા હતાં.