જામનગર શહેરના લાલ બંગલા સર્કલ પાસેથી બાઈકમાં પુત્રીને મુકવા જતાં યુવાનના બાઈકને પાછળથી પૂર ઝડપે આવી રહેલા બાઈકચાલક ઠોકર મારતા અકસ્માતમાં યુવાનને ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.
અકસ્માતમાં બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ખોજાનાકા પાસેના વિસ્તારમાં રહેતાં જાવીદભાઈ ગત તા.18 ના રોજ તેના જીજે-10-એએફ-5815 નંબરના બાઇક પર તેની પુત્રી અતિયાને સ્કુલે મૂકવા જતો હતો તે દરમિયાન લાલ બંગલા સર્કલ પાસે પહોંચતા પાછળથી પુરઝડપે આવી રહેલા જીજે-10-ડીએસ-9604 નંબરના બાઈકચાલકે આગળ જતાં બાઈકને ઠોકર મારતા અકસ્માતમાં જાવીદભાઈને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ ચાલક બાઈક લઇ નાશી ગયો હતો. ત્યારબાદ ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં જાવીદભાઈનું રવિવારે વહેલીસવારના સમયે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના સાળા ઉજેલ માડકીયા દ્વારા જાણ કરાતા પીએસઆઇ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બાઈકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.