ભારતમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલીયા અને ન્યુઝિલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર હાર-જીતનો જુગાર રમાડતા ઝાખર ગામના ચાર શખ્સોને એલસીબીએ રૂા.94,300 ની કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
દરોડાની વિગત મુજબ, ભારતમાં આઈસીસી ક્રિકે વર્લ્ડકપ 2023 માં શનિવારે ઓસ્ટ્રેલીયા અને ન્યુઝિલેન્ડ વચ્ચેના ક્રિકેટ મેચના પ્રસારણ ઉપર રન-ફેર અને હારજીતનો ક્રિકેટનો ડબ્બો ચલાવતા હોવાની હેકો ક્રિપાલસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, એસ.પી. ગોહિલ, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે લાલપુર તાલુકાના ઝાખર ગામમાં રેઈડ કરી હતી.
રેઈડ દરમિયાન એલસીબીની ટીમે દિવ્યરાજસિંહ હેમંતસિંહ વાઘેલા, શકિતસિંહ નવલસિંહ વાઘેલા, પ્રવિણસિંહ જાલમસંગ જાડેજા, અજયસિંહ ગુલાબસિંહ જાડેજા નામના ચાર શખ્સોને રૂા.14,300 ની રોકડ રકમ અને રૂા.20000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ તથા બે બાઈક મળી કુલ રૂા.94,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા જામનગરના મહાદેવની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે એલસીબીએ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.