જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાંથી ચોરાઉ સાયકલનું સસ્તા ભાવે વેંચાણ કરતા સ્થળે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે પહોંચી જઇ શખ્સને રૂા.35,000 ની કિંમતની આઠ સાઈકલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પ્રદર્શન મેદાનમાં ચોરાઉ સાયકલ સાથે સસ્તા ભાવે વેંચાણ કરાતી હોવાની પો.કો.રાજેન્દ્રસિંહ ડોડિયા, યોગેન્દ્રસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ બી.એસ.વાળા, એએસઆઈ કે.પી. જાડેજા, હેકો. દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સ્ટાફે રેઈડ દરમિયાન જયદેવસિંહ શિવુભા જાડેજા (રહે. જામનગર, મૂળ: મેમાણા તા.લાલપુર) નામના શખ્સ પાસેથી હિરો કંપનીની ચાર સાઈકલ તથા VAUX કંપનીની, ટાટા કંપનીની, એમટીબી કંપનીની અને એવો કંપનીની આઠ સાઈકલો મળી આવતા પોલીસે રૂા.35,000 ની શંકાસ્પદ આઠ સાઈકલ કબ્જે કરી શખ્સની પૂછપરછ હાથ ધરી હતી.