જામનગર શહેરના મોટાપીર ચોક વિસ્તારમાં આવેલ રંગુનવાલા હોસ્પિટલ નજીક એક રહેણાંક મકાનમાં ગુરૂવારે સાંજના સમયે અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનાની જાણ થતા જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થઈ ન હતી. પરંતુ ઘરમાં રહેલી ઘર વખરી બળીને ખા થઈ ગઈ હતી. આ ઘટનાની જાણ થતા આ વિસ્તારના કોર્પોરેટર જેનબેન ખફી પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતાં.