Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરનંદપુરની સગીરાનું અપહરણ કરી જનાર શખ્સ સામે ધરપકડ વોરંટ

નંદપુરની સગીરાનું અપહરણ કરી જનાર શખ્સ સામે ધરપકડ વોરંટ

- Advertisement -

જામનગર તાલુકાના નંદપુર ગામેથી સગીરાનું અપહરણ કરીને લઇ જનાર મૂળ દાહોદના વાકોટા ગામનો સંજય મોહન ભુરિયા નામનો રર વર્ષનો શખ્સ 2021 થી ફરાર હોય જામનગર પંચકોશી એ ડિવીઝન દ્વારા અદાલતમાંથી તેમના નામનું વોરંટ મેળવવામાં આવ્યું છે. છેલ્લા બે વર્ષથી નાસતા ફરતાં આ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા તજવીજ શરૂ કરવામાં આવી છે. પોલીસ ઇન્સ્પેકટર પીએલ વાઘેલાએ જણાવ્યું છે કે, જે કોઇ વ્યકિત પાસે ઉપરોકત શખ્સની કોઇ માહિતી કે જાણકારી હોય તો પોલીસને તાત્કાલિક જાણ કરી જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, રર-11-2021ના રોજ સંજય મોહન ભુરિયા નામના શખ્સ સામે નંદપુરની સગીરાને ભગાડી જવા અંગેનો ગુન્હો પંચકોશી એ પોલીસ સ્ટેશનમાં નોંધાવવા પામ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular