Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વધુ એક બાળકનો હૃદયરોગના હુમલાએ ભોગ લીધો

જામનગર શહેરમાં વધુ એક બાળકનો હૃદયરોગના હુમલાએ ભોગ લીધો

ખારવા ચકલામાં રહેતાં બાળકને તાવ આવ્યા બાદ તબિયત લથડી : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી

- Advertisement -

જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લાં ઘણાં સમયથી બાળકોથી લઇ યુવાનો સુધીની ઉંમરના લોકોમાં હૃદયરોગના હુમલાથી મોત નિપજવાની ઘટનાઓ દિવસને દિવસે ચિંતાજનક રીતે વધતી જાય છે. ત્યારે જામનગર શહેરમાં રહેતાં 14 વર્ષના બાળકને તાવ આવતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

કોરોનાકાળ પછી રાજ્યમાં નાના બાળકોથી લઇ 40 વર્ષ સુધીના યુવાનોમાં હૃદયરોગના હુમલાની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે અને આ હુમલાઓથી મોતની સંખ્યા પણ વધતી જાય છે. નાના-નાના બાળકોને પણ હૃદયરોગના હુમલા આવી જાય છે. ત્યારે આવી જ એક અરેરાટીજનકની ઘટનામાં જામનગર શહેરના ખારવા ચકલા વિસ્તારમાં રહેતાં સંજયભાઈ સાંચલા નામના યુવાનના પુત્ર કૃણાલ (ઉ.વ.14) નામના બાળકને ત્રણ-ચાર દિવસથી તાવ આવતો હતો અને સારવાર કરાવ્યા બાદ તબિયતમાં સુધારો જણાતો હતો. દરમિયાન અચાનક નાકમાંથી લોહી નીકળતા તબિયત લથડતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં કૃણાલનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. સાચલા પરિવારમાં નાના બાળકનું મોત નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular