Saturday, December 21, 2024
Homeસ્પોર્ટ્સઆવતીકાલે ભારત-ન્યુઝી.માંથી કોણ રહેશે અજેય ?

આવતીકાલે ભારત-ન્યુઝી.માંથી કોણ રહેશે અજેય ?

આજે ઈંગ્લેન્ડ-સાઉથ આફ્રિકાની ટક્કર, બંનેને મેચ જીતવી જરૂરી

- Advertisement -

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શુક્રવારે પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટે 367 રન બનાવ્યા હતા. પાકિસ્તાન 45.3 ઓવરમાં 305 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

- Advertisement -

ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શે સદી ફટકારી હતી, બંનેએ 259 રનની ઓપનિંગ ભાગીદારી પણ કરી હતી. એડમ ઝામ્પા અને માર્કસ સ્ટોઇનીસે મિડલ ઓવરોમાં વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયા માટે મેચ જીતી લીધી હતી. ઝામ્પાને 4 અને સ્ટોઇનિસ અને કેપ્ટન પેટ કમિન્સને 2-2 વિકેટ મળી હતી.

368 રનના લક્ષ્યને ચેઝ કરવા માટે પાકિસ્તાની ઓપનર અબ્દુલ્લા શફીક અને ઈમામ ઉલ હકે મજબૂત શરૂઆત આપી હતી. બંને બેટર્સે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. ઓપનરોએ 127 બોલમાં 134 રનની ભાગીદારી કરી હતી. અબ્દુલ્લા 22મી ઓવરમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. પોતાની પ્રથમ ઓવર નાખવા આવેલા સ્ટોઇનિસે પહેલા જ બોલ પર તેની વિકેટ લીધી હતી.

- Advertisement -

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયન ટીમે 50 ઓવરમાં 9 વિકેટે 367 રન બનાવ્યા હતા. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાના ઓપનરોએ ધમાકેદાર શરૂઆત કરી હતી. ડેવિડ વોર્નર અને મિચેલ માર્શની જોડીએ 10 ઓવરમાં 82 રન બનાવ્યા હતા. આ બંનેએ 203 બોલમાં 259 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરીને મજબૂત સ્કોરનો પાયો નાખ્યો હતો, પરંતુ બાદમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને હારિસ રઉફે કાંગારૂઓને 400 પહેલા જ રોકી દીધા હતા.

ડેવિડ વોર્નરે 163 રનની સદી અને મિચેલ માર્શે 121 રનની સદી ફટકારી હતી. વોર્નરે પોતાની ઓડીઆઇ કારકિર્દીની 21મી અને વર્લ્ડ કપમાં પાંચમી સદી ફટકારી હતી જ્યારે માર્શે બીજી સદી ફટકારી હતી.

- Advertisement -

આવતીકાલે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડકપનો રોમાંચક અને મોટો જંગ જામવાનો છે. બંને દેશોએ અત્યાર સુધી જબરદસ્ત દેખાવ કરીને ફાઇનલના દાવેદાર અત્યાથી જ દેખાઇ રહ્યા છે. એમાંય ન્યુઝીલેન્ડ તો 2019ના વિશ્વકપની ફાઇનલનો બદલો એક પછી એક ટીમ સામે લઇ રહી છે. ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશને પરાજીત કરીને શાનદાર દેખાવ કર્યો છે. તેમાંય કે.એલ.રાહુલે ઓસ્ટ્રેલિયા સામે અણનમ 97 રન વિરાટ કોહલી તો બધી ટીમો સામે ખુબ જ સરો દેખવ કરી રહ્યો છે. અફઘાનીસ્તાન સામે રોહિત શર્મા અને બાંગ્લાદેશ સામે વિરાટની સદી મુખ્ય રહી છે. હવે જયારે ન્યુઝીલેન્ડ અને ભારતે સ્પર્ધામાં અત્યારે 4 મેચો રમીને 4માં વિજયો મેળવ્યા છે ત્યારે આજની ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ બંને ટીમો માટે ખુબ જ મહત્વની સાબિત થશે. અત્યાર સુધી ભારતીય ટીમના બેટધરોમાં રોહિત શર્મા, ગીલ, કે.એલ.રાહુલ, શ્રેયસ ઐયર, વિરાટ કોહલી જબરદસ્ત ફોર્મમાં રમી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular